સ્વામી વિવેકાનંદના વિચારો
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Friday, 27 May 2016

સફળતાનું રહસ્ય-સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ

 Priti     04:21     અભય, આત્મવિશ્વાસ, સફળતા     1 comment   




સફળતા

સફળતાના  ત્રણ પ્રકારો :


        પ્રત્યેક મનુષ્ય પોતના જીવનમાં સફળતા ઈચ્છે છે, પણ દરેકના સફળતાના માપદંડ જુદા જુદા હોય છે. કોઈ વર્લ્ડકપની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને સેંચુરી કરવી એને જીવનની સફળતા માને છે, તો કોઈ બીલ ગેટ્સની જેમ વિશ્વના ધનકુબેર બનવાને જીવનની સફળતા ગણે છે. વળી કોઈ વિધાર્થી બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવવાને સફળતા માને છે. આમ દરેક વ્યક્તિનું સફળતાનું ધોરણ અલગ અલગ હોય છે, કેમ કે દરેકનું ધ્યેય જુદું જુદું છે. આથી સફળતાની સમાન્ય પારીભાષા આપવી હોય તો એમ કહી શકાય કે નિશ્ચિત કરેલા ધ્યેયે પહોંચવું એ જ સફળતા છે. આમ ધ્યેયની સિધ્ધિ એટલે સફળતા. પરતું ધ્યેયની સિધ્ધિની સાથે સાથે સુખ, શાંતિ, સંતોષ અને જીવનની કૃતકૃ્ત્યતાની અનુભૂતિ રહેલાં હોય તો તેને જ સાચી સફળતા કહી શકાય. ધ્યેય સિધ્ધ તો થાય પણ જીવનમાંથી સુખ-શાંતિ ચાલ્યાં જાય, પારિવારિક કલહ - કંકાસ સર્જાય તો એ સાચી સફળતા નથી જ.

1)  તાત્કાલિક સફળતા

        વર્તમાન સમયમાં મોટેભાગે બધાંને તાત્કાલિક સફળતા જોઈએ છે. રાતોરાત શ્રીમંત બની જવું છે. બે .કલાકમાં સમાધિનો આનંદ મેળવવો છે. આગલા દિવસે તૈયારી કરીને પરીક્ષામાં નંબર મેળવવો છે. ઇન્સ્ટન્ટ કોફીની જેમ બધાંને ઇન્સ્ટન્ટ સફળતા જોઈએ છે. આવી તાત્કાલિક સફળતા તાત્કાલિક સુખ આપે છે. પણ એ સુખ પણ ટૂંકાગાળાનું જ હોય છે. ખંતભર્યા પરિશ્રમ વગર પ્રાપ્ત થયેલી સફળતા સ્થાયી આનંદ આપી શકતી નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો લાગવગને લઈને કોઈએ કંપનીમાં ઉચ્ચ અધિકારીની નોકરી મેળવી લીધી, પણ પછી કટોકટી સર્જાય, સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય, ત્યારે .અનુભવ અને આવડત ન હોવાને કારણે તે અધિકારી કંપનીને ડૂબાડી દે છે અને તેની ટૂંકાગાળાની સફળતા પછી ઘોર નિષ્ફળતામાં પરિણમે છે.


2)  લાંબાગાળાની સફળતા

        આ સફળતા પુરુષાર્થ ધ્વારા પ્રાપ્ત થાય છે. એકધારા, ખંતભર્યા સતત પ્રયત્નો ધ્વારા જે સિધ્ધિ સાંપડે છે; તે જ સ્થાયી બની રહે છે. એ સિધ્ધિનો આનંદ પણ સ્થાયી રહે છે. લાંબાગાળાની સફળતાનો માર્ગ એ પરિશ્રમનો, તપસ્યાનો માર્ગ છે. પરંતુ આ સફળતા વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ સાથે વણાઈ ગયેલી હોવાથી એ જીવનપર્યત ટકે છે.

3)  શાશ્ચત સફળતા

        આ સફળતામાં શાશ્ચત સુખ,  શાશ્ચત શાંતિ અને  શાશ્ચત જીવન સાંકળાયેલાં છે . આ સફળતા એ જન્મોજન્મની સફળતા છે. એ ત્યારે જ મળે છે, જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. આ સફળતા પ્રાપ્ત કર્યા પછી કંઈ જ મેળવવાનું રહેતું નથી. કેમ કે, જેને મેળવવાથી સઘળું મળી જાય છે, જેને જાણવાથી સઘળું જાણી શકાય છે, એવું પરમતત્વ મેળવી લીધા પછી કંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એ જ તો છે મનુષ્ય જીવનની સફળતાનું શિખર.

   આ ત્રણેય પ્રકારની સફળતામાં મોટાભાગના યુવાનો પ્રથમ તાત્કાલિક સફળતા ઈચ્છે છે અને જ્યારે આવી સફળતા મળતી નથી અને મળે છે, તો ટકતી નથી. ત્યારે તેઓ હતાશાની ઘોર ગર્તામાં સરી પડે છે.

     આજના યુવાનો બુધ્ધિમાન છે, મહત્વકાંક્ષી છે, ઉત્સાહી છે. પણ .નાની નાની બાબતોનો સામનો બહાદુરીપૂર્વક કરી શકતા નથી, કેમ કે તેમને જીવવાની કળાનું શિક્ષણ રહેલું છે, એ જીવનમૂલ્યોનું શિક્ષણ આધુનિક શિક્ષણ પધ્ધતિમાં નથી. તેથી આજના યુવાનોને સાચું માર્ગદર્શન મળતું નથી, તેઓ કેરિયર બનાવવા માટે તેજ ગતિથી દોડી રહ્યા છે અને તેમાં નિષ્ફળતા મળતાં નિરાશા અને હતાશામાં ધકેલાઈ રહ્યા છે.

    વર્તમાન યુવાવર્ગની હતાશા અને નિરાશાને સર્જતી સઘળી સમસ્યાનો ઉકેલ સ્વામી વિવેકાનંદનાં જીવન-દર્શનમાંથી મળી રહે છે. આજે ભારતના યુવાવર્ગની સામે ત્રણ મુખ્ય સમસ્યાઓ રહેલી છે. 1) બેરોજગારી 2) ધર્મ પર અવિશ્વાસ 3) આદર્શોના અભાવમાં નૈતિક અને માનસિક સંઘર્ષ.

   સ્વામી વિવેકાનંદજીને પોતની યુવાવસ્થામાં આ ત્રણેય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એવા સમયમાં કે જ્યારે સ્નાતક થવું એ એક વિરલ વાત હતી, ત્યારે યુવક નરેન્દ્રનાથે બી.એ. ની પદવી મેળવીને કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ પોતના પિતાના આકસ્મિક અવસાનને લઈને એમને નોકરી શોધવા માટે ઓફિસ-ઓફિસ ભટકવું પડ્યું હતું. પૈસાના અભાવે સર્જાતી વિકટ આર્થિક પરિસ્થિતિનો તેમણે પૂરો અનુભવ કર્યો હતો.

    વળી આજના યુવાનોની પેઠે તેમના મનમાં પણ ઈશ્વરના અસ્તિત્વ વિષે સંશય હતો. તેમણે સ્પેન્સર, હેગલ, કાંટ વગેરે પ્રાશ્ચાત્ય તત્વવેતાઓના ગ્રંથોનું અધ્યયન કર્યુઁ હતું અને તેથી તેઓ સંશયવાદી બની ગયા હતા. બધા મહાપુરુષોને તેઓ પ્રશ્ન પૂછતા રહેતા કે, 'મહાશય, શું આપ પોતે ઈશ્વરના દર્શન કર્યા છે?' પણ કોઈ પાસેથી તેમને સંતોષકારક ઉતર મળતો નહોતો. છેવટે શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી તેમને ઉતર મળ્યો; 'હા દીકરા, મેં ઈશ્વરનાં દર્શન કર્યા છે, જેમ તને જોઉં છું, એથીય વધારે પ્રત્યક્ષ રીતે તેનાં દર્શન કરું છું. તુ ચાહે તો તને પણ તેનાં દર્શન કરાવી શકું.' પછી નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણને ગુરુરૂપે સ્વીકારે છે, અને આધ્યાત્મિક સાધનામાં રત થઈ જાય છે. ત્યારબાદ તેમના જીવનમાં સર્જાય છે - નૈતિક અને માનસિક સમસ્યાઓનો વંટોળિયો, વિસ્તૃત વર્ણન તેમના સહપાઠી શ્રીબજેન્દ્રનાથ સીલે કર્યુઁ છે. આ રીતે આજના યુવા વર્ગની સઘળી સમસ્યાઓનો અનુભવ સ્વામી વિવેકાનંદે પોતે કર્યો હતો. એટલું જ નહીં પણ તેઓ એ સમસ્યાઓ પાર કરીને જીવનની સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરીને માત્ર ભારતને નહીં પણ સમગ્ર વિશ્વને જ્ઞાનનો પ્રકાશ આપનાર જ્ઞાનસૂર્ય બની રહ્યા. આથી જ સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં આજના યુવા વર્ગની સઘળી સમસ્યાઓનું નિરાકરણ રહેલું છે. જીવનમાં દરેક પ્રકારની સફળતા - પ્રાપ્ત કરવા માટે , આવશ્યક સર્વાંગી વ્યકિતત્વ વિકાસ માટે સ્વામી વિવેકાનંદના સઘળા ઉપદેશોમાંથી યુવા વર્ગને અનુરૂપ અમે પાંચ સિધ્ધાંતો તારવ્યા છે. માત્ર આ પાંચ સિધ્ધાંતોનું જીવનમાં પાલન કરવાથી સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.

આત્મશ્રધ્ધા : પોતની જાતમાં શ્રધ્ધા રાખો

        જેમને પોતાનામાં આત્મવિશ્વાસ છે તેમના માટે સફળતાનાં સર્વ દ્વારો ખુલ્લાં થઈ જાય છે. તેમના માટે કોઈ કાર્ય મુશ્કેલ કે અશક્ય રહેતું નથી. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે ' ઉચ્ચ અને હીન મનુષ્ય વચ્ચેનો તફાવત એ આત્મવિશ્વાસ હોવો અને ન હોવો તેને લઈને જ છે, એમ આપણે જોઈ શકીએ છીએ. પોતનામાં વિશ્વાસ હોય તો બંધુ જ થાય. મારા પોતાના જીવનમાં મેં આ વાતનો અનુભવ કર્યો છે, અને હજુ પણ એ ચાલુ જ છે. જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ એ વિશ્વાસ વધારે ને વધારે દ્રઢ થતો જાય છે


  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Location: India
Newer Post Older Post Home

1 comment:

  1. fairleigheade4 March 2022 at 05:46

    Hotel Casino and Gambling in Las Vegas - Mapyro
    › Las Vegas › Las Vegas Wynn's casino hotel rooms include a 640-square-foot suite with 507-thread-count linens, a dining 전라남도 출장샵 alcove with an oversized marble bathroom and a casino with  인천광역 출장안마 Rating: 4.5 44 reviews Price range: 나주 출장안마 $$ (Based on Average Nightly Rates for 경상북도 출장샵 a Standard Room 안동 출장마사지 from our Partners) What are some of the property amenities at Wynn Las Vegas? What food & drink options are available at Wynn Las Vegas?

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

Popular Posts

  • સ્વામી વિવેકાનંદ ફોટો
  • સફળતાનું રહસ્ય-સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ
  • સ્વામીવિવેકાનંદ સરળ રાજયોગ
  • સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં આપેલા ભાષણો

Categories

  • આત્મવિશ્વાસ
  • સફળતા
  • સ્વામી વિવેકાનંદ

Blog Archive

  • August (2)
  • May (1)
  • February (1)

Labels

આત્મવિશ્વાસ સફળતા સ્વામી વિવેકાનંદ



Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
Comments
Atom
Comments

Copyright © સ્વામી વિવેકાનંદના વિચારો | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By blogger Templates