સ્વાગતનો પ્રત્યુતર
(વિશ્વધર્મ પરિષદ: સ્થળ: ચીકાગો)
11મી સપ્ટેમ્બર, 1893
અમેરીકવાસી બહેનો અને ભાઈઓ,
તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુતર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનય આનંદ ઉભરાય છે. જગતના અતિ પ્રાચીન સાધુઓનો વર્ગ વતી હું તમારો આભાર માનું છું; અને સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના સેંકડો હિંદુઓ વતી હું તમારો આભાર માનું છું.
વળી, આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પુર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપણે કહ્યું કે, દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશમાં પહોંચાડવા માટે બહુમાનના અધિકારી છે, તેઓનો પણ હું આભાર માનું છું. જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીયે છીએ; એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતા માનીએ છીએ; એટલું જ નહી સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસીતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે. રોમન જુગલગારોએ યહૂદી ધર્મના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું ત્યારે તે જ સાલમાં દક્ષિણ ભારતમાં દોડી આવનાર એમના પવિત્ર અવશેષોને આશ્રય આપનાર અને આજ દિવસ સુધી પાળનાર ધર્મના અનુયાયી હોવાનું મને અભિમાન છે.
ભાઈઓ! મારા બાળપણથી જે સ્તોત્રનો વારંવાર પાઠ કર્યાનું મને સ્મરણ છે. અને જેનો આજે પણ સેંકડો માણસો નિત્ય પાઠ કરે છે: "જેમ જુદાં જુદાં સ્થળેથી નીકળતાં અનેક નદીઓના વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે. તેમ, ઓ પ્રભુ! જુદાં જુદાં માનસિક વલણથી ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરલ યા અટપટા હોય, તોપણ અંતે તો એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે."
આવી મહત્વપૂર્ણ સભા આજ પહેલાં ભાગ્યે જ મળી હશે. શ્રીમદ ભગવદ ગીતામાં કહેલા નીચેના અદભુત સિધ્ધાંતનું જગત સમક્ષ એ પ્રતિપાદન અને ઉદઘોષણ કરે છે: 'ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારી ભણી વળે છે.
પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મ ઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે. અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે; અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃતિઓનો, સર્વ ઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.
ભેદભાવ શા માટે?
(15મી September)
હું તમારી સમક્ષ એક નાનકડી વાર્તા રજૂ કરું છું. હમણાં જ એક છટાદાર વક્તાને બોલતા તમે સહુએ સંભાળ્યા. એમણે કહ્યુ, "એકબીજાને ગાળો દેતાં આપણે અટકવું જોઈએ."આટલો બધો ભેદભાવ હંમેશા રહેતો હોય છે,તેથી પણ તેમને દુ:ખ થયું.
આ અંગે મને લાગે છે કે એ ભેદભાવનું કારણ બતાવતી એક વાર્તા મારે તમને કહેવી જોઈએ. એક દેડકો હતો. ઘણા વખતથી એ કુવામાં રહેતો હતો. એ ત્યાં જ ઉછર્યો હતો. અને એમ છતાં એ એક નાનકડો દેડકો જ હતો. અલબત, દેડકાએ આંખો ખોઈ હતી કે કેમ, તે કહેવાને ઉત્કાંતિવાદીઓ હાજર ન હતા. પણ આપણી આ કથા પુરતું આપણે અેમ કહીએ કે, એને આંખો હતી, વળી અત્યારના જંતુશાશ્ત્રીને માત કરે એવી શક્તિ વડે, આ દેડકો કૂવામાંના જીવ-જંતુઓનો નાશ કરી ત્યાંના પાણીને સ્વચ્છ રાખતો હતો, એમ પણ આપણે માની લઈએ. આમ દેડકાનું જીવન વહ્યું જતું હતું. પરિણામે શરીરે એ જરા સુંવાળો અને સ્થૂલ બન્યો. પછી એવું બન્યું કે, એક દિવસે સાગરમાં રહેતો બીજો એક દેડકો એ કૂવામાં આવી પડ્યો.
પેલાએ તેને પુછ્યુ : "તમે ક્યાંથી આવો છો?"
"હું સાગરમાંથી આવું છું."
"સાગરમાંથી ? સાગર વળી કેવડો મોટો હશે? શું એ આ કૂવા જેટલો મોટો છે ખરો?" આમ કહીને પેલા કૂવામાંના દેડકાએ કૂવાની એક બાજુએથી બીજી બાજુ સુધી કૂદકો કૂદકો માર્યો.
સાગરના દેડકાએ જવાબમાં કહ્યું, "મિત્ર ! સાગરને શું તમે તમારા નાનકડા કૂવા સાથે સરખાવો છો?"
પેલા કુવામાંના દેડકા બીજો કૂદકો માર્યો અને પૂછ્યું, "ત્યારે તમારો સાગર આવડો મોટો છે?"
"તમે મૂર્ખાઈભરી વાત કરી રહ્યા છો. સાગરને તે વળી કૂવા સાથે સરખાવાતો હશે?"
કુવામાંના દેડકાએ કહ્યું, "સમજ્યા હવે ! મારા કૂવા કરતાં કશું મોટું ન હોય શકે ; આ કૂવા કરતાં બીજું કશું વધારે વિશાળ હોય ન શકે, આ સગરનો દેડકો જુઠ્ઠા બોલો છે; એને તગડી મુકવો જોઈએ."
અત્યાર સુધી આપણી આ જ મુશ્કેલી રહેલી છે.
હું હિંદુ છું; મારા નાના કુવામાં બેસી હું એમ વિચારું છું કે , સમગ્ર જગત આ મારા નાના કુવામાં સમાય જાય છે. ખ્રિસ્તી ધર્મનો અનુયાયી એના નાના કુવામાં બેસી રહે છે, અને સમગ્ર જગત એના કુવામાં સમાઈ જાય છે એમ માને છે. ઈસ્લામનો અનુયાયી એના નાના કૂવામાં સમાઈ જાય છે એમ માને છે. ઈસ્લામનો અનુયાયી એના નાના કૂવામાં બેસી રહે છે, અને એને જ સમગ્ર જગત માને છે. આપણા આ નાના જગતની ભેદભાવની દીવાલો તોડવાનો મહાપ્રયત્ન કરી રહેલા અમેરિકન બંધુઓ ! તમારો સહુનો હું આભાર માનું છું. તમારા મનનો હેતુ પરિપૂર્ણ કરવામાં પરમેશ્વર તમને ભવિષ્યમાં સહાયભૂત થાય, એવી હું શ્રધ્ધા સેવું છું.
હિંદુ ધર્મ વિશે નિબંધ
(વિશ્વ પરિષદમાં વંચાયો : 19મી સપ્ટેમ્બર, 1893)
ઈતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે - હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને યહૂદી ધર્મ. આ ત્રણે ધર્મોને પ્રચંડ આઘાતોમાંથી પસાર થવું પડ્યું છે, છતાં આજ સુધી એ ત્રણે ધર્મો ટકી રહ્યા છે, તે એમની આંતરિક શક્તિ દર્શાવે છે. પણ યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મને પોતાનામાં સમાવી લેવામાં નિષ્ફળ નીવડ્યો, અને યહૂદી ધર્મમાંથી જ પેદા થયેલા સર્વવિજયી ખ્રિસ્તી ધર્મે યહૂદી ધર્મને એનાં જન્મસ્થાનમાંથી હાંકી કાઢ્યો. જરથોસ્તી ધર્મની ભવ્યતાનો ખ્યાલ આપવા માટે આજે બહુ થોડા ગણાય એટલા પારસીઓ હયાત છે. હિંદમાં એક પછી એક અનેક પંથો ઊભા થતા રહ્યા, અને વેદધર્મને એના પાયામાંથી જાણે હચમચાવતા ગયા, છતાં એ ધર્મ ટકી રહ્યો. પ્રબળ ધરતીકંપના આંચકાથી સાગરકિનારાનાં જળ થોડી ક્ષણ માટે જરાં પાછાં હઠી જાય, અને વળી પાછાવથોડી ક્ષણમાં હજારગણા બળથી ભરતીના સ્વરૂપમાં ચારેકોર ફરી વળે, તેવી રીતે એક પછી એક ઊભા થયેલા આ પંથોના આક્રમણનો વેગ ઓછો થતાં એ સર્વને હિંદુ ધર્મે, પોતની જનેતા સમી વિશાળ ગોદમાં, પોતના કરી પોતામાં સમાવી દીધા.
વેદાંત ફિલસૂફી ઉચ્ચ આધ્યાત્મિક ઉડ્ડયનો, જે છેલ્લામાં છેલ્લી વૌજ્ઞાનિક શોધખોડો તો જેના પ્રતિધ્વનિ જેવી લાગે, તેને હિંદુ ધર્મમાં સ્થાન છે. મૂર્તિપૂજાના નીચલી કક્ષાના વિચારોને અને તેમાંથી જન્મ પામતી અનેક પૌરાણિક કથાઓને હિંદુ ધર્મમાં સ્થાન છે. બૌધ્ધ ધર્મીઓના નિરીશ્વરવાદને હિંદુ ધર્મમાં સ્થાન છે, અને જૈન ધર્મના નાસ્તિકવાદને હિંદુ ધર્મમાં સ્થાન છે
આ પરથી એવો પ્રશ્ન ઉદભવે છે કે આ સર્વ, અનેક દિશામાં ચાલી જતી ત્રિજ્યાઓનું મધ્યબિંદુ કયું? દેખીતી રીતે મેળ ન ખાય એવા આ સર્વ વિરોધાભાસોને એક ભૂમિકા પર લાવનારું મિલનસ્થાન કયું?
આ પ્રશ્નનો ઉતર આપવાનો હું પ્રયાસ કરીશ.
હિંદુઓ માને છે કે, પોતનો આ ધર્મ, અપૌરુષેય એટલે કે અનાદિ અને અનંત એવા વેદમાંથી પ્રાપ્ત થયો છે. કોઈ પણ ગ્રંથ આદિ કે અંત વગરનો હોઈ શકે એવો દાવો આજના આ સભાગૃૃહને હાસ્યાસ્પદ લાગશે. પણ 'વેદ' એવો શબ્દ આપણે ઉચ્ચારીએ છીએ ત્યારે એ કોઈ ગ્રંથ છે એવો અર્થ થતો નથી. 'વેદ' એટલે જુદા જુદા સમયે જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કીમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમ ની શોધ થઈ ત્યાર પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો. માત્ર એની જાણ ન હતી, અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભૂલી જશે તોપણ એ અસ્તિત્વમાં રહેવાનો છે,તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિશે સમજવાનું છે. આત્મા અને આત્મા વચ્ચેના, તેમ જ જીવ અને ઈશ્વર વચ્ચેના નૈતિક, ધાર્મિક અને આપણે કદાચ એ બધાને ભૂલી જઈએ તોપણ અસ્તિત્વમાં રહેવાના છે.
આ નિયમોના શોધનારને આપણે ઋષિ કહીએ છીએ, અને પૂર્ણ વ્યક્તિ તરીકે આપણે તેમને આપણે તેમને માન આપીએ છીએ. આ મહાન વિભૂતિઓમાં અમુક તો સ્ત્રીઓ પણ હતી એમ આ સભાગૃહને જણાવતાં મને ઘણો આનંદ થાય છે.
આ નિયમો, નિયમો તરીકે અનંત હોય એમ કદાચ સ્વીકારવામાં આવે, પણ એમને આદિ તો હોવું જ જોઈએ. વેદો આપણને શીખવે છે કે સૃષ્ટિનું સર્જન અનાદિ અને અનંત છે. વિજ્ઞાને એમ સાબીત કર્યુઁ કહેવાય છે કે સૃષ્ટિનું સર્જન શક્તિનો સરવાળો હંમેશાં એનો એ જ હોય છે. આ વિચારણામાંથી એવો પ્રશ્ન ઉદભવે છે કે જો એમ સ્વીકારીએ કે એક સમયે કશું અસ્તિત્વમાં ન હતું, તો આ સર્વ આવિષ્કાર પામેલી શક્તિઓ ક્યાં હતી? કેટલાક કહે છે કે, એ શક્તિઓ પરમાત્મામાં બીજભૂત સ્વરૂપમાં રહેલી હતી. એનો અર્થ એવો થાય કે, પરમાત્મા અમુક સમયે બીજ્ભૂત હૉય છે અને અમુક સમયે ક્રિયાશીલ હોય છે. જે કાંઈ પરીવર્તનશીલ એટલે કે નાશવંત હોય છે. એટલે પરમાત્મા પણ એકેય સમય પૂર્વે ન હતો, એમ આપણે માનવું જ રહ્યું.
અહીઁ હું એક ઉપમાથી મારા વક્તવ્ય વધારે સ્પષ્ટ કરીશ. સર્જન અને સર્જક બંને અનાદી અને અનંત એવી રેખાઓ છે, અને બંને એકબીજીને સમાંતરે ચાલી જાય છે. પરમાત્મા સદા ક્રિયાશીલ એવા નિયંતા છે, એની શક્તિ વડે અવ્યવસ્થામાંથી વ્યવસ્થાની હારમાળા જન્મે છે, આ વ્યવસ્થા થોડા સમય માટે ચાલુ રહે છે, અને પછી તેનો નાશ થાય છે. બ્રાહ્મણનો પુત્ર દરરોજ આ પ્રમાણે ઉચ્ચારતો જ હોય છે: "પરમાત્માએ પૂર્વકલ્પના સૂર્ય અને ચંદ્ર જેવા નવા સૂર્ય અને ચંદ્ર સજર્યા."
હું અહીઁ ઊભો છું. હવે અહીઁ ઊભો રહી આંખો બંધ કરી હું મારા અસ્તિત્વનો વિચાર કરું: "હું ...હું.....હું...." તો મારી સમક્ષ શો ખ્યાલ ઊભો થાય? મારી સમક્ષ દેહનો ખ્યાલ આવે છે. તો શું હું પંચમહાભૂતના સંમિશ્રણ સિવાય, બીજું કશું નથી; દેહ મર્ત્ય નથી. આ દેહમાં હું આ રહ્યો. દેહ નાશ પામશે, પન હું તો અવિનાશી રહેવાનો . મારે ભૂતકાળ પણ હતો. આત્માનું સર્જન થતું નથી, કેમ કે સર્જન એટલે .એકાકાર થવું અને એમાંથી અંતે વિસર્જન થવાપણું આવે. એટલે જો આત્માને સર્જવામાં આવ્યો હોય, તો તેનો નાશ થવો જોઈએ. આપણામાંના અમુક સુખમાં જન્મે છે, સંપૂર્ણ આરોગ્ય ભોગવે છે, સુંદર દેહવાળા હોય છે, માનસિક શક્તિ જબરી હોય છે અને એમની સર્વ જરૂરિયાતો પૂરી પડતી હોય છે. આપણામાંના અમુક દુઃખમાં જન્મે છે, અમૂકને હાથ કે પગ નથી હોતા, અમૂક વળી સાવ મતિમુઢ હોય છે અને કંગાળ રીતે જીવન ગુજારતા હોય છે. આ બધાને જો સર્જવામાં આવ્યા હોય, તો ન્યાયી અને દયાળુ પરમાત્મા એકને શા માટે સુખમાં રાખે છે, અને બીજાને શા માટે દુઃખમાં સબડાવે છે ? શા માટે પરમાત્મા આવો પક્ષપાત રાખે છે? વળી જે આ જન્મમાં દુઃખી છે, તે બીજા જન્મમાં સુખી થશે એવો ખુલાસો કરવાથી પણ કશી સ્પષ્ટતા થશે નહીં. પરમાત્માના ન્યાયી અને કરુણાભર્યા સમ્રાજ્યમાં આ જન્મમાં પણ કોઈએ શા માટે દુઃખી થવું જોઈએ?
વળી, પરમાત્મા સર્જક છે, એવી કલ્પના કરવાથી ઉપર કહી તેવી વિસંગતતાનો ખુલાસો નથી થતો, પણ એક સર્વસતાધીશ વ્યક્તિના સ્વેચ્છાચાર પર બંધુ નિર્ભર છે એવો આભાસ માત્ર થાય છે. અર્થાત અમૂક વ્યક્તિ આ જન્મ માં સુખી કે દુઃખી થાય તો તેને માટે એના જન્મ પહેલાંના કાંઈક કારણો હોવાં જોઈએ; આ કારણો એટલે વ્યક્તિઓએ એમના પૂર્વજીવનમાં કરેલાં કર્મો.
મનુષ્યના મન અને દેહના બધા વલણ વારસાગત ઊતરી આવે છે, એમ નથી કહેવાતું શું? માનવીના અસ્તિત્વમાં બે સમાંતર બાબતો રહેલી છે; એક મનની અને બીજી દેહની. જો પદાર્થોમાં થતા ફેરફારોથી આપણી તમામ વાતનો ખુલાસો થઈ જતો હોય તો, આત્માના અસ્તિત્વ વિશે અનુમાનો કરવાની કશી જરૂર નથી. પણ મનની ઉત્ક્રાંતિ જડ પદારમાંથી થઈ છે, એમ સાબિત કરી શકાય તેમ નથી: એટલે જો દાર્શનિક અદ્રૈતવાદની અનિવાર્યતા સ્વીકાર્ય હોય, તો આધ્યાત્મિક અદ્રૈત વાદ ચોક્કસપણે તર્કગ્રાહ્ય છે, અને ભૈતિકવાદ અદ્રૈતવાદ કરતાં એ ઓછો ઈચ્છવા યોગ્ય નથી; પણ એ બેમાંથી એકેય વાદની અત્રે જરૂરની નથી.
માનવદેહ અમુક પ્રકારનાં વલણો વારસાગત મેળવે છે એ વાતની આપણાથી ના પડાય એમ નથી. આ વલણો શારીરિક રચના પૂરતાં જ હોય છે; એ દ્વારા અમુક પ્રકારનું વિશિષ્ટ મન જ, અમુક વિશિષ્ટ રીતે વર્તે છે. પૂર્વજન્મનાં કર્મોને પરિણામે, બીજાં અમુક વલણો પણ આવે છે, જે આત્માને સ્પર્શતાં હોય છે. અમુક વલણ વલણ ધરાવતો આત્મા સાધર્મ્યના નિયમાનુસાર, એ વલણનો સરસ રીતે આવિષ્કાર કરી શકાય એવા દેહમાં જન્મ લે છે. આ નિયમ વિજ્ઞાનસંમત છે, વિજ્ઞાન દરેક વાતના ખુલાસામાં 'ટેવ' પુનરાવર્તનથી પ્રાપ્ત થાય છે. તેથી નવા જન્મેલા આત્માની કુદરતી ટેવોનો ખુલાસો કરવો હોય, તો આ પુનરાવર્તનનો સિધ્ધાંત જરૂરી છે. આ ટેવો-સંસ્કારો આ નવા જન્મેલા આત્મામાં, અત્યારના સાંપ્રત જીવનમાં થી નથી આવેલાં, એટલે ચોક્કસ એ પૂર્વજન્મમાં થી જ આવેલાં હોવાં જોઈએ.
એક બીજું સૂચન પણ કરવામાં આવે છે. હવે ઉપર જે કહ્યું તે બધું સ્વીકારી લઈએ તો, મારા પૂર્વજીવનની કશી વાત મને કેમ યાદ નથી આવતી? આનો સરળતાથી ખુલાસો આપી શકાય. અત્યારે હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું. મારી એ માતૃભાષા નથી, અને મારી જાગ્રતવસ્થામાં મારી માતૃભાષાનો એકકે શબ્દ અત્યારે નથી; તેમ છતાં મારી માતૃભાષાના શબ્દો વિશે વિચાર કરવા માંડું એટલે એ માનસ-સાગરની સપાટી માત્ર છે. અને એનાં ઊંડાણમાં આપણા સર્વ અનુભવો યાદ કરવાની મથામણ કરો, તો એ યાદ આવશે અને તેમને તમારા પૂર્વજીવનનું જ્ઞાન પણ થશે.
આ પુરાવો સીધો અને બતાવી શકાય તેવો છે. અનુભવજન્ય ખાતરી એ કોઈ પણ સિધ્ધાંતની સંપૂર્ણ સાબિતી છે, અને ઋષિઓએ જગતને આ બાબતમાં આહ્વાન આપ્યું છે. સ્મૃતિસાગરના ઊંડાણને પામી શકાય એવા રહસ્યને અમે પ્રાપ્ત કર્યુઁ છે. તમે પ્રયાસ કરી જુઓ અને તમારા પૂર્વજીવનની સંપૂર્ણ સ્મૃતિ તમને મળશે.
સારંશ કે હિંદુ માને છે કે -તેને શસ્ત્રો છેદી શકતાં નથી. -તેને વાયુ સૂકવી શકતો નથી. એ એમ માને છે કે, દરેક આત્મા એક વર્તુળ છે -આ વર્તુળનો પરિઘ ક્યાંય નથી, પણ એનું મધ્યબિંદુ દેહમાં સ્થાપિત છે, અને મૃત્યુથી આ મધ્યબિંદુનું એક દેહમાંથી બીજા દેહમાં સ્થળાંતર થાય છે. વળી આત્મા ભૌતિક પરિસ્થિતિથી બંધાતો નથી. એના ખરા સ્વરૂપમાં આત્મા સ્વતંત્ર છે, અપરિચમત છે, પવિત્ર છે, શુધ્ધ છે અને પૂર્ણ છે. પણ કોણ જાણે કેમ એ ભૌતિક પદાર્થો સાથે બંધાયેલો જણાય છે, અને પોતે ભૌતિક પદાર્થ છે એવો વિચાર કરે છે.
આ ઉપરથી બીજો એક પ્રશ્ન ઉદભવે છે. જે સ્વતંત્ર છે, પૂર્ણ છે, શુધ્ધ છે, ભૌતિક પદાર્થની ગુલામીમાં શા માટે રહે? પૂર્ણ આત્માને, પોતે અપૂર્ણ છે એવો ભ્રમ પેદા કેમ થાય? એમ કહેવાય છે કે આ પ્રશ્નનો ઉતર આપવાનું હિંદુઓ ટાળે છે કે આવો કોઈ પ્રશ્ન ઉદભવી શકે નહીં. અમુક વિચારકો એક કે વધારે અર્ધપૂર્ણ વ્યક્તિઓને સ્વીકારી અને મોટાં વૈજ્ઞાનિક નામોને ઉલ્લેખ કરી, આ પ્રશ્નનો ઉતર આપવા પ્રયાસ કરે છે. પણ નામો આપવાથી ખુલાસો થતો નથી. પ્રશ્ન ઊભો જ રહે છે. જે પૂર્ણ છે તે અર્ધપૂર્ણ કેમ થઈ શકે? જે શુધ્ધ છે, જે અવિકારી છે, તે પોતના સ્વરૂપમાં અણુમાત્ર જેટલો ફેરફાર પણ કેમ કરી શકે? પણ હિંદુ સ્પષ્ટવક્તા છે. એ તર્કજાળનો આશ્રય લેવા માગતો નથી. આ પ્રશ્નનો હિંમતભેર ઉતર આપવાની શક્તિ એનામાં છે એનો ઉતર આ છે: "હું જાણતો નથી. પૂર્ણ આત્મા પોતાને અપૂર્ણ અને ભૌતિક પદાર્થ સાથે સંકળાયેલો અને તેની અસર નીચે આવેલો કેમ માને છે તે હું સમજતો નથી." ગમે તે કહીયે, હકીકત એ હકીકત છે દરેક વ્યક્તિ સભાનપણે પોતાને ભૌતિક દેહ રૂપે માને છે. એમ માનવાને એની પાસે શું કારણ છે તેનો ખુલાસો કરવાનો પ્રયાસ હિંદુ કરતો નથી. એ તો પરમાત્માની ઈચ્છા છે એવો ઉતર એ ખરો ખુલાસો નથી. હિંદુ કહે છે: "હું જાણતો નથી" એમાં બંધુ આવી જાય છે.
ત્યારે, આપણે એવી વાત કરી કે માનવઆત્મા અનંત અને અમર છે, પૂર્ણ અને અપરિમિત છે; મૃત્યુ એટલે માત્ર દેહાંતર છે. વર્તમાન આપણા પૂર્વ કર્મથી નિશ્ચિત થાય છે અને ભાવિ આપણા વર્તમાન કર્મથી ઘડાય છે; આત્મા જન્મોજન્મ અને મૃત્યુ પછી મૃત્યુ લગી ઉત્ક્રાંતિ પામતો રહેવાનો અથવા પાછો પડવાનો છે. અહીઁ વળી બીજો એક પ્રશ્ન ઉદભવે છે કે ત્યારે શું માનવ કોઈ પ્રચંડ તોફાનમાં સપડાયેલો નાના મછવા જેવો છે? ઘડીમાં મોં વકાસતા ઊંડાણમાં પછડાતો : સારાં અને ખરાબ કર્મોની દયા પર આમતેમ અથડાતો: સદાસર્વદા કાર્ય અને કારણના નિરંતર ઘૂઘવતા, ધસતા, નિષ્ઠુર પ્રવાહમાં શક્તિહીન સહાયહીન ભટકતો રહેવાનો છે? શું માનવ, વિધવાના આંસુની પરવા કર્યા વગર, અથવા અનાથનું રુદન સાંભળ્યા વગર ફર્યા કરતા, કાર્યકારણના ચક્રાવામાં સપડાયેલા એક ક્ષુદ્ર જંતુ જેવો છે?

0 comments:
Post a Comment